Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પાટણમાં જુદી જુદી ચાર સોસાયટીમાં મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

પાટણ:શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેટલીક સોસાયટીઓમાં જેટલી સોસાયટીમાં ચડ્ડી ધારી તસ્કર ટોળકીએ ચોરી કરવા મકાનોને નિશાન બનાવ્યા હતા. જોકે તેઓનો ફેરો ફોગટ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એક સોસાયટીના સીસીટીવીમાં ચોરીને અંજામ આપતા ચડ્ડી ધારી ટોળકીના લોકો નજરે પડયા હતા. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

પદ્મનાભ ચાર રસ્તા નજીક ની પાંચ જેટલી સોસાયટી નાં બંધ મકાન ને નિશાન બનાવનાર ચડ્ડી ધારી તસ્કર ટોળકી ને મોટા ભાગના બંધ મકાન માંથી કાઈ હાથ લાગ્યું હોય ફોગટ ફેરો પડયો હોવાનું રહિશો દ્વારા જાણવા મળ્યું છે જોકે મોટા ભાગના બંધ મકાન નાં માલિકો બહાર હોય તસ્કરો શું શું વસ્તુઓની તસ્કરી કરી પલાયન થયા છે તેની સાચી હકીકત જાણી શકાય નથી.શહેરનાં પદ્મનાભ ચાર રસ્તા નજીક ની નવીન બનેલ સોસાયટી વિસ્તારમાં અવાર નવાર બનતા ધરફોડ ચોરીનાં બનાવોને લીધે વિસ્તારના રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ સધન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.અગાઉ પણ વિસ્તારની સોસાયટીના ચાર મકાનોમાંથી રૃપિયા લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(5:18 pm IST)