Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સાવલી તાલુકાના પીચ કનોડા ગામ નજીક નદીમાં વિસર્જન કરવા ગયેલ આંચ યુવાનો પૈકી 19 વર્ષીય યુવક ડૂબી જતા પરિવારી માથે આભ ફાટ્યું

સાવલી:તાલુકાના પોઈચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલ પાંચ યુવક પૈકી ૧૯ વર્ષનો યુવક ડૂબી જતા લાપત્તા થઇ ગયો છે.

આજે ગણપતિ વિસર્જન હોવાથી સાવલી નગરના કેટલાક વિસ્તારની ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા માટે પોઈચા કનોડા ખાતે પસાર થતી મહી નદી ખાતે શ્રધ્ધાળુઓ ગયા હતાં. સાવલીના પોઇચા ચોકડી વિસ્તારમાં રહેતા પાંચ યુવકો ગણેશ પ્રતિમા પાણીમાં વિસર્જન કરવા માટે નદીમાં પડયા હતા અને પાંચેય યુવકો તણાવા લાગ્યા હતા તે પૈકી રવિભાઈ  ગોવિંદભાઈ વસાવા(રહે.પોઇચા ચોકડી, સાવલી) ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો જ્યારે અન્ય યુવાનોનો બચાવ થયો હતો.

બનાવના પગલે સ્થાનિક તરવૈયા અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ આદરી હતી પરંતુ પાણીનું વહેણ વધારે હોવાથી લખાય છે ત્યાં સુધી યુવકનો પત્તો લાગ્યો નથી.

(5:26 pm IST)