Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

તારાપુર-વટામણ હાઇવે નજીક પુરપાટ ઝડપે જતા ટેમ્પાએ બાઇકને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

તારાપુર : તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા ફતેપુરા પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા આઈશર ટેમ્પાએ બાઈકને ટક્કર મારતાં ચાલકનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે તારાપુર પોલીસે ટેમ્પો મુકીને ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર વાળંદાપુરા ખાતે રહેતા લ-મણભાઈ કાનજીભાઈ ચૌહાણ આજે સવારના સુમારે પોતાના બાઈક નંબર જીજે-૨૩, ઈ-૩૪૪૬ ઉપર સવાર થઈને ફતેપુરા ગામે ખાતર લેવા માટે જવા નીકળ્યા હતા. સાડા નવેક વાગ્યાના સુમારે ફતેપુરા સીમમાં આવેલા સીએનજી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા આઈશર ટેમ્પાએ ટક્કર મારતાં તેમને માથામાં તેમજ શરીરના ભાગે ઈજાઓ થતાં સ્થળ પર જ મોત થયું હતુ.
 

(5:29 pm IST)