Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

આણંદ નજીક વિદ્યાનગરમાંથી કંપનીના પાર્કિંગમાં પાર્ક કરેલ એક્ટીવાની ચોરી થતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

આણંદ: નજીક આવેલા વિદ્યાનગરની હોટલ અવકુલ પાસેની અલમીઝાન ફાર્મા કેમ કંપનીના પાર્કિંગમાં ગત ૧૬મી જુલાઈના રોજ ફરિયાદી અભિષેક જીગ્નેશભાઈ પંચાલે પોતાનું ેએક્ટિવા નંબર જીજે-૨૩, ડીએચ-૯૫૧૨નું પાર્ક કર્યું હતુ.


આ એક્ટીવા કોઈ શખ્સો બપોરના બારથી અઢી વાગ્યાની અંદર ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે આજદિન સુધી શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં તેમણે વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)