Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોરોના વેક્સિનેશનમાં ગુજરાતની વધુ એક આગવી સિદ્ધિ :કોરોના રસીના ૪ કરોડ પ્રથમ ડોઝ અપાઇ ગયા કુલ પ.૬૮ કરોડ ડોઝ અપાયા

રાજયમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૪.૯૩ કરોડ લાભાર્થીઓમાંથી ૪ કરોડ ૩૯ હજારને પ્રથમ ડોઝથી રક્ષિત કરાયા

અમદાવાદ :  સમગ્ર રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરની વયના ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લાભાર્થીઓમાંથી તમામ વયજૂથના ૪ કરોડ ૩૯ હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝથી તા.ર૦ સપ્ટેમ્બર-ર૦ર૧ બપોર સુધીમાં રક્ષિત કરવામાં આવ્યા છે.      
 અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની ટકાવારી ૮૧.૧ ટકા જેટલી થઇ ગઇ છે. ૧ કરોડ ૬૮ લાખ પ૦ હજાર ૩પર લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.       
સમગ્રતયા, રાજ્યમાં પ.૬૮ કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતે દર એક હજારની વસ્તીએ ૮૯૦ રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં વેક્સિનેશન અન્વયે અગ્રેસરતા દાખવી છે.

(6:54 pm IST)