Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રઝળતી ૧૦ હજાર પ્રતિમાને પુનઃવિસર્જીત કરવામાં આવી

ગણેશજીની ૧૦૦૦થી વધુ પ્રતિમાઓને બહાર કઢાઈ : સુરતમાં ગણેશજીની વિસર્જીત ન થઈ શકેલી પ્રતિમાને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પુનઃ વિસર્જીત કરાઈ

સુરત,તા.૨૦ : શહેરમાં દર વરસે વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓ અર્ધવિસર્જિત અને રઝળતી હાલતમાં જોવા મળે છે. ત્યારે વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી ઁર્ંઁની બનેલી ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી સાંસ્કૃતિક રક્ષા સમિતિ ધ્વારા હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.

 સુરત શહેરમાં ગઈ કાલે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. જોકે, બધા વચ્ચે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની બનેલી ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી સાંસ્કૃતિક રક્ષા સમિતિ ધ્વારા હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશીના નેજા હેઠળ સુરતની ડીંડોલી, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની બનેલી ગણેશજીની ૧૦૦૦થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના ૧૦૦થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી પીઓપીની અર્ધવિસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી.

૧૦ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને રીતે ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે છે. જેના પગલે સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. કાર્યમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ, વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનોના સહભાગથી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. સાથે લોકો પ્રકારે ગણેશની વિસર્જન કરે અને શ્રધ્ધા પૂર્વ કુત્રિમ તળાવ કે ઘર આંગણે વિસર્જન કરે તે માટે અપીલ કરી હતી.

(9:11 pm IST)