Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અમદાવાદમાં રાત્રે નવ પછી જોરદાર વરસાદ ખાબક્યો: બપોરે બાવળા અને સરખેજ વચ્ચે પણ વરસાદે બઘડાટી બોલાવી

અમદાવાદમાં અત્યારે રાત્રે નવ વાગ્યા પછી જોરદાર વરસાદ શરૂ થયો છે. છેલ્લી વીસ મિનિટથી એકધારો વરસાદ વરસી રહ્યાનું અમદાવાદથી શ્રી દેવેન્દ્ર પતાણીએ જણાવ્યું છે. બપોરે ૧૨ થી ૩ વચ્ચે બાવળાથી સરખેજ  વચ્ચે પણ જોરદાર વરસાદ પડ્યો હતો અને અમદાવાદમાં સવારથી વરસાદના ઝાપટા પડવા સાથે અને અંધારું ઘોર વાતાવરણ સર્જાયું હતું. 

 

(9:35 pm IST)