Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સાગબારા તાલુકાની જાતિય અત્યાચારનો ભોગ બનેલ સગીરાને અભ્યમ 181 મહિલા હેલપલાઇન મદદરૂપ થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા પાસેના ગામ માંથી એક બહેન નો 181મહિલા હેલ્પલાઇન મા કોલ આવેલ કે લગ્ન ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા અને સગીરા સગર્ભા થતા તેને તરછોડી દીધી હોય તેથી મદદ કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ રાજપીપલા તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાં ચર્ચા કરતા શારીરિક દુસ્કરમ નો ભોગ બનેલ હોવાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના એક ગામની  ઉંમર 17 વર્ષ ની સગીરા ને એક યુવક સાથે પરિચય મા આવેલ અને એક વર્ષ થી તેમના પ્રેમ સંબંધ હતા.જેથી યુવકે તેને લગ્ન ની લાલચ આપી શારીરિક સબંધ બાંધતા તે સગર્ભા બનેલ. ત્યારબાદ પીડિત યુવતી ને જાણ થયેલ કે તેઓ પહેલા થીજ પરિણીત હતા અને તેમનું એક બાળક પણ છે.જ્યારે બીજી બાજુ આ સગીરા ને પણ  સાતમો મહિનો ચાલે છે.યુવક સગીરાને તેના મિત્ર નાં ઘરે બે મહિના થી રાખતો હતો. અને તેના ઘરે લઈ જવાની ના પાડતો હોય તેથી યુવતી કંટાળી ને તેની નાની નાં ઘરે જતી રહી અને આ વાત ની જાણ કરી તો યોગ્ય ન્યાય મળે તે  તેથી આગળ મદદ માટે અભયમ 181મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરી આપવીતી જણાવતા યુવતી  શારીરિક શોષણ નો ભોગ બનેલ હોય તેમ જણાઈ આવતા યુવતી ને આગળ ની કાર્યવાહી માટે સાગબારા પોલીસ સ્ટેશન મા રજૂ કરવામાં આવેલ છે.

(11:44 pm IST)