Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ડેડીયાપાડા તાલુકાની ઘી પાનસર વિભાગ જંગલ કામદાર સહ.મંડળીની જમીન ખોટી રીતે વેચી હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું

મંડળીના મંત્રી - પ્રમુખ સહિત નવ વિરૂદ્ધ કાર્યવાહી કરવા નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાની ઘી પાનસર વિભાગ જંગલ કામદાર સહકારી મંડળી લી. ના સ્થાપક અને તેના વહીવટી કર્મચારી તરીકે કામ કરનાર  ગોપાળભાઇ રૂપાભાઇ વસાવા,રહે,પાનસર, દેડિયાપાડા એ નર્મદા કલેકટર ને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાની ઘી પાનસર વિભાગ જંગલ કામદાર સહકારી મંડળી લી.માં તેઓ હાલ મા સભાસદ તરીકે ની સેવા આપે છે,આ મંડળી ૩૬૫ જેટલા સભાસદો ની બનેલી છે. તેનું કાર્યક્ષેત્ર -૧૦ ગામો સુધી નક્કી કર્યું છે. જેની ડેડીયાપાડા ખાતે સર્વે નંબર ૧૦૬૮ મા ૮૪૦૬,૮૨ ચો.મી જમીન મંડળી ની સાધરણસભા, કમિટી કે સભાસદો ની પુર્વ મંજુરી વગર પ્રમુખ અને મંત્રી દ્વારા કમિટી ની ખોટી સહી-અંગુઠા કરી બારોબાર “યુનિટી ડેવલોપર્સ બિલ્ડરો ને વેચી દેવામાં આવી હોય પ્રમુખ અને મંત્રી ને અમે એમને સોપેલ જવાબદારી અને વિશ્વાસ નો ભંગ કરેલ છે. અને સહકારી સંસ્થાના હિતહિત વિરુદ્ધ નું કામ કર્યું હોવાના આક્ષેપ સાથે આજરોજ નર્મદા કલેકટર ને આવેદન આપી રજુઆતમાં જણાવ્યું છે કે આ જમીન આદિવાસી સભાસદોની હોવા છતા બિન આદિવાસી બિલ્ડરો એ આ જમીન નો પણ ગેરકાયદેસર પ્લાન એસ્ટીમેન્ટો બનાવી જાહેરાતો આપી બુકિંગ કરી દબાણ કરવામાં આવ્યુ છે.ખોટા દસ્તાવેજો ઉભા કરનારા તમામ અધિકારીઓ સામે શિસ્તબદ્દ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને મંડળી ની જમીન ગેરકાયદેસર વેચાણ લઇ દબાણ કરનારા તમામ બિલ્ડરો સામે એટ્રોસિટી એક્ટ અને લેંન્ડ ગ્રેબિંગ હેઠળ, કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી મંડળીના તમામ સભાસદો વતી માંગ કરવાના આવી છે.

(10:54 pm IST)