Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

શહેરી વિકાસ રાજ્‍ય મંત્રીના અધિક પી.એસ. તરીકે આર.એ. પ્રજાપતિ

ગાંધીનગર, તા. ૨૦ :. ગુજરાત સરકાર દ્વારા સચિવાલયમાં ઉપસચિવ તરીકે ફરજો બજાવતા શ્રી રસિક પ્રજાપતિની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ખાતાના રાજ્‍ય મંત્રીના અધિક અંગત સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.
શ્રી પ્રજાપતિએ સિંચાઈ વિભાગ, શિક્ષણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ વગેરે સરકારી વિભાગોમાં ફરજો બજાવેલ છે. તેઓ શહેરી વિકાસ ખાતાનો લગભગ ૧૦ વર્ષથી પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતા જાણકાર અને મહેનતુ અધિકારી છે. શ્રી પ્રજાપતિને શહેરી વિકાસ ખાતામાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરવા બદલ શહેરી વિકાસ ખાતાના સરકારના ભૂતપૂર્વ અધિક મુખ્‍ય સચિવ શ્રી એસ.આર. રાવ દ્વારા પ્રશસ્‍તિ પત્ર પણ આપવામાં આવેલ છે. રાજ્‍ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયાના અધિક અંગત સચિવ તરીકે તેમણે કાર્યભાર સંભાળી લીધો છે. તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૯૭૯૪ ૩૦૯૮૮) થઈ રહી છે.

 

(11:28 am IST)