Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ઈલેકિટ્રફાઈડ રુટ પર આઈસીડી જાધપુર સુધી સીધી સર્વિસ શરૂ કરી

ટ્રેન ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ (જીપીપીએલ)ની પેટા કંપની પિપાવાવ રેલ કોર્પોરેશન લિ.(પીઆરસીએલ) દ્વારા ઓપરેટઃ આઈસીડી જોધપુર સાથે સીધા જોડાણથી પોર્ટ ગ્રાહકોને કટિબધ્ધ, વાજબી ખર્ચ અને વિશ્વસયનિ સપ્લાય ચેઈનનો વિકલ્પ પૂરો પાડશે : એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ઈલેકિટ્રફાઈંગ હાઈ રાઈઝ ઓવરહેડ (ઓએચઈ) દ્વારા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી) સાથે જોડાણ થયેલું પ્રથમ પોર્ટ છે

પિપાવાવ : એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ઇલેકિટ્રફાઇ થયેલા રુટ પર જોધપુર આઇસીડી (ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો) સુધી પ્રથમ કન્ટેઇનર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ કન્ટેઇનર ટ્રેનને પિપાપાવ રેલ કોર્પોરેશન લિમિટેડ (પીઆરસીએલ) ઓપરેટ કરે છે. પીઆરસીએલ એ ગુજરાત પિપાપાવ પોર્ટ લિમિટેડ (જીપીપીએલ)ની પેટાકંપની છે. આ મૂવમેન્ટ સાથે પીઆરસીએલએ ભારતમાં સ્વતંત્ર કન્ટેઇનર ટ્રેન કામગીરી શરૂ કરી છે.

જોધપુર શ્રેષ્ઠ વૂડક્રાફ્ટ, હેન્ડિક્રાફ્ટ અને કળાત્મક ફર્નિચર, ગુઆર ગમની નિકાસ માટે જાણીતું કેન્દ્ર છે. આ સોલર પેનલ્સ અને વ્હાઇટ સિમેન્ટ કિલન્કરની આયાત કરે છે. તાજેતરમાં જોધપુરમાં આયાતમાં વધારો થવાથી પુરવઠાની સાંકળના વિવિધ પોઇન્ટ પર વેપારમાં ગીચતાના અનુભવ સાથે સંબંધિત બેકલોગ ઊભો થયો છે. પોતાના જોડાણમાં ગ્રાહકને કેન્દ્ર રાખવાની સાથે તથા કાર્ગોની ઝડપી ડિલિવરી અને કન્ટેઇનરના રિટર્નની સુનિશ્ચિતતા સાથે પિપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ (પીઆરસીએલ) આ ગીચતાને દૂર કરવા ઇચ્છતી હતી. પીઆરસીએલ એ ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ અને ભારતીય રેલવે વચ્ચેનું સંયુકત સાહસ છે. આ જોડાણ કાર્ગોની મૂવમેન્ટના સમયમાં ઘટાડો કરશે તથા પિપાવાવ પોર્ટથી ભગત કી કોઠી સુધી ઇલેકિટ્રક ટ્રેકશન પર સાપ્તાહિક ડાયરેકટર રેગ્યુલર સર્વિસ શરૂ કરવા પીઆરસીએલના સીટીઓ લાઇસન્સનો ઉપયોગ કરીને કન્ટેઇનર્સનાં ઝડપી ટર્નએરાઉન્ડને સુનિશ્ચિત કરશે. આ સર્વિસ મુખ્યત્વે એરાઇવલ પર તેમજ ડાયરેકટ સર્વિસના કલીઅરન્સની સરળતા માટે લોડિંગના મૂળભૂત બિલ ધરાવતા આયાતી કન્ટેઇનરના સમયસર નિકાલને સુનિશ્ચિત કરશે, જેથી હબ એન્ડ સ્પોક ટર્મિનલ્સ પર વિલંબ ટળે.

પીઆરસીએલને આશા છે કે, નિયમિતપણે ડિપાર્ચર સાથે આ લાભદાયક પ્રોડકટ અંતિમ ગ્રાહકોને સપ્લાય ચેઇન આયોજનમાં સ્પર્ધાત્મક લાભ આપશે.

આ સીમાચિહનરૂપ પ્રસંગે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી યાકબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે,અમારા પોર્ટ પરથી ઇલેકિટ્રફાઇડ રૂટ પર જોધપુર સુધી ટ્રેનની શરૂઆત સલામત, વિશ્વસનિય, વાજબી ખર્ચ અને પર્યાવરણને અનુકૂળ એકિઝમ (આયાત-નિકાસ) કાર્ગો મૂવમેન્ટ પૂરી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ટ્રેન સર્વિસ જોધપુરથી અમારા ગ્રાહકોને દુનિયાભરમાં શ્રેષ્ઠ જોડાણ પુરૃં પાડશે. પીઆરસીએલ દ્વારા ઓપરેટ સાપ્તાહિક સર્વિસ ગીચતા ઘટાડવામાં મદદરૂપ થશે.

(11:43 am IST)