Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગાંજો ઘુસાડનાર મુખ્ય સપ્લાયર ઝડપાયો

રાજકોટ રેન્જ વડા,જામનગર અને દ્વારકા પોલીસના સહયોગથી સુરત એસઓજી ટીમને મોટી સફળતા મળી : ઓરિસ્સા લિંક આડે પોલીસ કમિશનર દ્વારા સ્પીડ બ્રેકર મુકાયા બાદ મહારાષ્ટ્ર લાઈન ખુલ્યાની સીપી અજય કુમાર તોમરને માહિતી મળતાં જ એસઓજી પીઆઇ આર.એસ. સૂવરા, પીએસઆઈ વી. સી.જાડેજા ટીમ દ્વારા મહારાષ્ટ્ર સુધી ખાનગી તપાસ શરૂ કરાવેલ : રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ સાથે ચર્ચા બાદ આરોપી ઉદય સિંહનો કબ્જો દ્વારકા અને જામનગર પોલીસને સુપરત, સઘન પૂછપરછનો તખ્તો તૈયાર

રાજકોટ તા. ૨૦, સુરતને ડ્રગસ મુકત બનાવવાના પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સમગ્ર શહેર પોલીસ ટીમ દ્વારા ચાલતા અભિયાન અંતર્ગત ઓરીસ્સાની લિંક આડે જબરજસ્ત સ્પીડ બ્રેકર મૂકી દેતા મહારાષ્ટ્રના ડ્રગ્સ સપ્લયારો સક્રિય બન્યાની  સીપીને તેમના બીએસએફના કાર્યકાળને કારણે વ્યાપક સંપર્ક સૂત્રોની સાંકળ અંતર્ગત  આ બાબતની માહિતી મળતાં જ શહેર ડીસીબી અને એસઓજી બ્રાન્ચને સક્રિય કરતા જ સૌરાષ્ટ્રના દ્વારકા વિગતેમાં ગાંજો સપ્લાય કરનારની લીંક આધારે મહારાષ્ટ્રના ધૂલિયા પંથકના ડ્રગ્સ સોલયારને ઝડપી લેવામાં સફળતા સાપડી છે.

 અત્રે યાદ રહે કે થોડા સમય પહેલા જ રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ અને જામનગર એસપી તથા દ્વારકા જિલ્લા પોલીસ વડાની સક્રિયતાથી ગાંજો ઝડપાયો હતો તેમાં મહારાષ્ટ્ર અને ધૂળિયા પંથકના ડ્રગ્સ સપ્લયરનું નામ ખુલવા પામેલ અને તે દિશમાં રાજકોટ રેન્જ હેઠળના જિલ્લા સક્રિય રીતે તપાસ પણ શરૂ કરેલ.

 ઉપરોકત બાબત ધ્યાને રાખી સુરત એસઓજી પીઆઇ આર.એસ. સુવેરા તથા પીએસઆઈ વી. સી.જાડેજા દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જામનગર અને દ્વારકા પોલીસ સાથે સંકલન સાધેલ. ઉકત બન્ને જિલ્લા પોલિસ દ્વારા મોબાઈલ નંબર અને નામ કે જે બાબત થોડી અપૂરતી હતી તે બાબત મેળવી આગળની તપાસ માટે નેટવર્ક એકિટવ કરેલ.

તે દરમિયાન એસ.ઓ.જી.ના એએસઆઇ અનિલભાઇ વિનજીભાઇ તથા એચસી અશોકભાઇ લાભુભાઇ નાઓને બાતમી મળેલ કે ઉપરોકત બંને ગુન્હામાં સંડોવાયેલ આરોપી ધુલીયા જીલ્લાના સાક્રી તાલુકાના વણજાર તાંડા ગામમાં છુપાયેલ છે. જેથી એસઓજી પીઆઇ આર.એસ.સુવેરા તથા પીએસઆઇ વી.સી.જાડેજા નાઓએ આ બાતમીની ખરાઇ કરાવતા હકીકત સાચી જણાવેલ. જેથી ઉપરી અધિકારીશ્રીની મંજુરી મેળવી એસ.ઓ.જી.ના એએસઆઇ અનિલભાઇ વિનજીભાઇ, એએસઆઇ હસમુખભાઇ મોહનભાઇ, એચસી અશોકભાઇ લાભુભાઇ એચસી અજય કાશીનાથ તથા પીસી રાજેષ પિતાંમબરભાઇ નાઓને તાત્કાલીક રવાના કરેલ હતા.

જેમાં સુરત શહેર એસ.ઓ.જી.નાઓએ મહારાષ્ટ્ર પોલીસની મદદ મેેળવી આરોપી ઉદયસિંગ મોહનભાઇ મનાકાણી રહે. ગામ વણજારતાંડા પો.સ્ટ. પીપરનેર તા. જી.ધુલીયા વાળાએ ઝડપી પાડી સુરત ખાતે લાવવામાં આવેલ છે.

 આરોપી ઉદય સિહ જામનગર અને દ્વારકા જિલ્લાના ગુન્હામાં વોન્ટેડ હોવાથી આરોપીને ઉપરોકત જિલ્લા પોલીસને પણ તીઓની માંગ મુજબ કબ્જો સુપ્રત કરેલ છે.

(12:41 pm IST)