Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દિવાળીના તહેવારને લઇને ગાંધીનગર ડેપો દ્વારા વધારાની 60 ટ્રીપો દોડાવવા તૈયારીઓ

ડેપો મારફતે અલગ અલગ રૂટ પર રેગ્યુલર 80 ટ્રીપ દોડાવૈ છે

ગાંધીનગર : દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને અગવડ પડે નહીં તે માટે ગાંધીનગર એસ ટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરીને 60 જેટલી વધારાની ટ્રીપો દોડતી કરવા માટે રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર એસ.ટી ડેપો મારફતે અલગ અલગ રૂટ પર રેગ્યુલર 80 ટ્રીપ દોડાવવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન લોકડાઉન લાગુ થતાં એસ.ટી.ના પૈડાં થંભી ગયા હતા. જેનાં કારણે ગાંધીનગર ડેપોને લાખો રૂપિયા નુકશાની વેઠવાનો વખત આવ્યો હતો. જો કે કોરોનાકાળ પછી તહેવારોની મૌસમ શરૂ થઈ હોવાથી ધીમે ધીમે એસ.ટી ડેપો આવક રળવા માંડ્યું છે.

મોટા ધાર્મિક તહેવારો નિમિત્તે એસ.ટી તંત્ર દ્વારા ખાસ બસો દોડાવવામાં આવતી રહેતી હોય છે. ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાને ગાંધીનગર એસ.ટી તંત્ર દ્વારા આગોતરું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. રેગ્યુલર રૂટ સિવાય વધારાની 60 જેટલી બસો દોડાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.

(12:49 pm IST)