Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પથરીનો ઈલાજ કરવા તબીબોએ કિડની જ કાઢી લીધીઃદર્દીનું મોત

મહિસાગરના બાલાસિનોરમાં આવેલ KGM હોસ્પિટલનો બનાવ : ૧૦ વર્ષ પહેલાના કેસમાં કોર્ટે હોસ્પિટલને ફટકાર્યો ૧૧.૨૩ લાખનો દંડ

અમદાવાદ, તા.૨૦: મહિસાગરમાં બાલા સિનોરની હોસ્પિટલ KMGમાં ૨૦૧૨માં એક બનાવ બન્યો હતો. જેમા ડૉકટરોએ પથરીથી પીડાતા દર્દીની કિડની કાઢી લીધી હતી. તબીબોએ એવું કીધું હતું કે કિડની કાઢવી દર્દીના હિતમાં છે. જેથી ઓપરેશન કરીને તેની કિડની કાઢી લીધી હતી. જોકે બાદમાં પછી દર્દીની તબિયત ભંયકર ખરાબ થતા તેનું મોત થયું હતું.

૨૦૧૧માં દેવેન્દ્ર રાવલ નામના વ્યકિત પથરીની સારવાર માટે દાખલ થયા હતા જ્યા હોસ્પિટલે તેમની કિડની કાઢી લીધી હતી. બાદમાં તેમની તબિયત લથડતા તેમને અમદાવાદ ખસેડવાંમા આવ્યા હતા જ્યા તેમનું મોત થયું તો પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

જોકે હવે કોર્ટ દ્વારા દર્દીના પરિવારને વળતર ચૂકવવા માટે ધ્ઞ્પ્ હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે મૃતકના પરિવારે ગ્રાહક તકરાર નિવારણનો સંપર્ક કર્યો હતો. બાદમાં ગ્રાહક અદાલતે વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. જેમાં હોસ્પિટલને ૧૧.૨૩ લાખનું વળતર ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા છે.  આ બાબતે ગ્રાહક કોર્ટે હોસ્પિટલને ઓપરેશન વખતે થયેલી બેદરકારીને કારણે સીધા કે આડકતરી રીતે દર્દીનો જીવ ગયો હોય તેવુ સંજ્ઞાન લીધું છે. કોર્ટે અવલોકનમાં કહ્યું હતું કે એમ્પ્લોયર માત્ર પોતાના કૃત્યો અને કમિશન માટે જવાબદાર નથી, પણ કર્મચારીઑની બેદરકારી માટે પણ જવાબદાર છે જ્યાં સુધી તે ફરજ દરમિયાન હાજર હોય.આ જવાબદારી રિસ્પોન્ડન્ટ સુપિરિયરના સિદ્ધાંત મુજબ માલિકને જવાબ આપવા દોના પર આધારીત છે. આથી KMG જનરલ હોસ્પિટલને વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધી ૭.૫ ટકાના વ્યાજ સાથે ૧૧.૨૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ પારિત કર્યો છે.

(2:48 pm IST)