Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કાલે ગાંધીનગરને નવા મેયર મળશેઃ રાત્રે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે

ભરત દિક્ષીત અને હિતેષ મકવાણાનું નામ મોખરે

રાજકોટ, તા.૨૦: આવતીકાલે મળશે ગાંધીનગરને નવા મેયર મળશે.આજે રાતે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નિવાસ સ્થાને રાત્રે ૮.૦૦ વાગે બેઠક મળશે.બેઠકમાં મેયરનાં નામ પર આખરી મહોર લાગશે. ગાંધીનગર મહાનગરપાલિકા મેયર અને અન્ય હોદ્દાઓની વરણી કરાશે.ગાંધીનગરનાં મેયર પદ માટે બે નામ રેસમાં છે. વોર્ડ નં ૪ ના ભરત દીક્ષિત અને વોર્ડ નં.૮ ના હિતેશ મકવાણાનું નામ મોખરે છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં મહેન્દ્ર દાસ અને જશુ પટેલ રેસમાં છે. ડેપ્યુટી મેયર પદ અને નેતા શાસક પદ ઠાકોર, દરબાર અથવા બ્રહ્મ સમાજને ફાળે જાય તેવી શકયતા છે.

(3:21 pm IST)