Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પંચમહાલના ધાંધલપુર ખાતે પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ: ૨૨/૧૦/૨૦૨૧ તથા તારીખ: ૨૩/૧૦/૨૦૨૧ યોજાશે...

વિશ્વશાંતિ યજ્ઞ તથા વ્યસનમુક્તિ રેલી યોજાશે.. વિશ્વ પ્રતિષ્ઠિત લંડન, બોલ્ટન, આફ્રિકા અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ રેલીમાં ઉપસ્થિત રહેશે...સંગેમરમરની મૂર્તિઓ પધરાવી તેની પ્રતિષ્ઠા થશે...

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે પંચમહાલનું પ્રથમ શિખરબંધ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ: ૨૨/૧૦/૨૦૨૧ અને તારીખ: ૨૩/૧૦/૨૦૨૧ આમ બે દિવસ યોજાશે. જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ પંચમહાલના ન્યાલકરણ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સંગેમરમરની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થશે.

આ મહોત્સવમાં વિશ્વશાંતિ યજ્ઞ તથા વ્યસનમુક્તિ રેલી પણ યોજાશે. જેમાં વિશ્વપ્રસિદ્ધ લંડન, બોલ્ટન, આફ્રિકા અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ ઉપસ્થિત રહેશે.

તારીખ: ૨૨/૧૦/૨૦૨૧ના રોજ સવારે ૮:૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ ગાદીગ્રંથ તથા શ્રી અબજીબાપાશ્રીની પારાયણ, મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ - વિશ્વશાંતિ યજ્ઞ, સવારે ૯:૦૦ વાગે વ્યસનમુક્તિ રેલી, ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદનો લાભ મળશે.

તારીખ:૨૩/૧૦/૨૦૨૧ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી મૂર્તિઓની મંગલ પ્રતિષ્ઠા, અન્નકૂટ દર્શન - આરતી, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ તેમજ જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનો લાભ મળશે.

મહોત્સવમાં વિદેશના લંડન, બોલ્ટન, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના હરિભક્તોનો સમૂહ પણ જોડાશે.

(5:22 pm IST)