Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં નોકરીએ જવા નીકળેલ શ્રમજીવી યુવાન પર ચપ્પુથી હુમલો કરી ત્રણ અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી છૂમંતર....

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં સોમવારે રાત્રે નોકરીએ જવા નીકળેલા શ્રમજીવી યુવાન પર  ચપ્પુ વડે હુમલો કરી  ત્રણ અજાણ્યા રોકડા રૃા.1500 લૂંટીને ભાગી ગયા હતા. યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે,

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ બિહારનો વતની અને હાલમાં પાંડેસરામાં મુક્તિનગરમાં રહેતો ૨૨ વર્ષીય ગોવિંદ શિવલાલ યાદવ પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરે  છે. સોમવારે  રાત્રે  ઘરેથી તે પગપાળા નાઈટ ડયુટીમાં જવા માટે નીકળ્યો હતો. ત્યારે પાંડેસરા જી.આઇ.ડી.સી  પૂલ પાસે ત્રણ અજાણ્યા ઈસમોએ તેને આંતર્યો હતો.  જે પૈકી બે જણાએ તેને પકડી રાખ્યો અને એક જણાએ તેના પેટમાં ચપ્પુનો ઘા મારી તેની પાસેથી રોકડા રૃ.1500 લૂંટી લીધા બાદ ભાગી ગયા હતા. પેટમાં ગંભીર ઇજા થતા 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યા તેણે આ કેફિયત રજૂ કરી હતી.  આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:57 pm IST)