Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વડોદરામાં પતિના અવસાન બાદ મિલકત પડાવી લેવા પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: પતિના અવસાન  પછી મિલકત પડાવી લેવા માટે સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી પિયરમાં સંતાનો સાથે રહેતી પરિણીતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

તરસાલી દામોદરનગર સોસાયટીમાં પિતાની સાથે રહેતી ગાયત્રી દૂબેએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન તા.૧૬-૦૪-૨૦૦૧ ના રોજ કૃષ્ણનંદ શંભુનાથ દૂબે (રહે.મીરા સોસાયટી,સૂર્યનગર બસ સ્ટેન્ડની  પાછળ,વાઘોડિયા રોડ ) સાથે થયા  હતા.લગ્નના થોડાસમય પછી જેઠ કલ્યાણ,દિયર આનંદ,સાસુ લીલાબેન,નણંદ કૌશલ્યાબેન,સીતાબેન તથા દેરાણી જાગૃતિ,ભાણી બ્રિજલ તરફથી અમારી સાથે નાની વાતોમાં ઝઘડા કરી  ત્રાસ આપવામાં આવતો હતો.જેથી,મેં ગત તા.૦૯-૦૭-૨૦૦૨ ના રોજ તેમની સામે ચેપ્ટર કેસ કર્યો હતો.મારા  પતિએ સમજાવ્યા પછી મેં સમાધાન કરી લીધુ હતું.અને ફરીથી સાસરીમાં રહેવા ગઇ હતી.

મારા પતિને તા.૧૯-૦૨-૨૦૧૯ ના રોજ બ્રેન હેમરેજ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અને તેઓને શરીરના જમણા ભાગે લકવો થઇ  ગયો હતો..મારા દિયર આનંદભાઇ દારૃ પીને ઝઘડો કરતા હતા.મારા  પિતાએ પતિની સારવાર માટે બે લાખ રૃપિયા આપ્યા હતા. સાસરિયાએ મારા છોકરાઓને ભણાવવાની ના પાડી  દીધી હતી.ત્યારથી મારા છોકરાઓને પિયરવાળા ભણાવે છે.

(6:01 pm IST)