Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પડતર માંગોને લઈને ST કર્મચારીઓ લડી લેવાના મૂડમાં: સુરત ડેપોમાં વિરોધ પ્રદર્શન

કર્મચારીઓએ કહ્યું- 'રાત સુધીમાં માંગ પૂરી નહીં થાય તો થંભી જશે હજારો બસોના પૈડા

સુરતઃ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ પડતર માંગોને લઈને ઘણા સમયથી દેખાવો યોજી રહ્યાં છે. કર્મચારીઓ સાતમા પગાર પંચ સહિતના 20 પ્રશ્નોને લઈને ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરતના એસ.ટી ડેપો ખાતે કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સાતમા પગાર પંચ સહિતના 20 પ્રશ્નોને લઈને આખા ગુજરાતમાં એસ.ટીના તમામ કામદારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે સુરતના એસ.ટી ડેપો ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે નિગમના કર્મચારી બીપીનભાઈએ જાણાવ્યું હતું કે, અનેક વખત અમારા પ્રશ્નો સરકાર સુધી પહોચાડવામાં આવ્યા છે. સરકાર દ્વારા આંખ આડા કાન કરી ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું છે. હવે અમે સંયમ રાખવા તૈયાર નથી. આજે રાત સુધીમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો અંદાજે 45 હજાર કામદારો માસ સીએલ પર જશે. જેને લઈને હજારો બસોના પૈડા થંભી જશે.

(7:46 pm IST)