Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજ્યના ST કર્મચારીઓની હડતાળ હાલ પુરતી મોકૂફ : કર્મચારી મહામંડળની સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન : કર્મચારીઓની મોટાભાગની માગ સ્વીકારાઈ

અમદાવાદ :  આજે  મધરાતથી યોજાનાર એસટી કર્મચારીઓની હડતાલ મોકૂફ રહી છે આજે સાંજે મહામંડળના આગેવાનોની સરકાર સાથે ચર્ચા એસટી કર્મચારીઓ સંગઠન  સંતુષ્ઠ થયાનું જાણવા મળે છે 

 રાજ્યના મંત્રી સાથે કર્મચારી મહામંડળના આગેવાનોની ચર્ચા બાદ સંગઠનોંની નારાજગી ટળી છે સરકાર સાથેની બેઠકમાં પડતર પ્રશ્નોનું નિવારણ થયાનું મનાય છે દરમિયાન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કર્મચારીઓની મોટાભાગની માગ સ્વીકારાઈ હોવાનું જણાવ્યું છે  આજે મધરાતથી પડતર પ્રશ્નોને લઇને એસટીના કર્મચારીઓ આજે રાતથી હડતાલમાં ઉતરવાના હતા

(10:21 pm IST)