Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કાલથી કમલમમાં ભાજપની પ્રશિક્ષણ વર્ગની બેઠક : તહેવારો પૂર્ણ થતાં જ ફરી કાર્યકરોને સક્રિય કરાશે

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે બેઠક

અમદાવાદ : ભાજપ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ કાર્યકરોને સક્રિય કરવા માટે કાલ  20 નવેમ્બરથી પ્રશિક્ષણનો પ્રારંભ કરશે. આગામી દિવસોમાં 6 કોર્પોરેશન સહિતની ચુંટણીઓ યોજાવાની છે.પેટા ચૂંટણીનીજીતમાં મદમસ્ત થઇ બેસી નહીં રહેવા ભાજપ કાર્યકરોને સુચન કરાયું છે.ચૂંટણીઓમાં જવાબદારી સોંપવાના ભાગરૂપે જ ભાજપ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં મંડલ પ્રશિક્ષણ વર્ગનું આયોજન થવા જઈ રહ્યું છે.

આવતીકાલે ગાંધી નગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે બેઠક યોજાશે. news

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પ્રશિક્ષણ  વર્ગના ઈન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ પણ હાજ રહેશે.કમલમ્‌માં સવારે 10.30 કલાકે પ્રશિક્ષણ વર્ગના વિષય પ્રમુખોની બેઠક યોજાશે.

 

બપોરે 1.00 કલાકે ભાજપ જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, પ્રમુખો તથા જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની બૃહદ બેઠક યોજાશે. જેમાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો અબડાસા, ડાંગ, કરજણ, કપરાડા, મોરબી, લીંબડી, ગઢડા તથા ધારીની પેટાચૂંટણી જીતી લીધી છે. આજે આઠેય ધારાસભ્યોની શપથ વિધિ સમારોહ પણ સંપન્ન થયો છે.

 

બપોરે 1.00 કલાકે ભાજપ જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, પ્રમુખો તથા જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની બૃહદ બેઠક યોજાશે. જેમાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો અબડાસા, ડાંગ, કરજણ, કપરાડા, મોરબી, લીંબડી, ગઢડા તથા ધારીની પેટાચૂંટણી જીતી લીધી છે. આજે આઠેય ધારાસભ્યોની શપથ વિધિ સમારોહ પણ સંપન્ન થયો છે.

 

આ ચૂંટણીમાં તમામ બેઠકો પર કમળ ખીલી ઉઠયું હતું. છતાં તેમાં મદમસ્ત થઇને બેસી રહેવાના બદલે આગામી ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો હાંસલ કરવા માટે ભાજપ સતત મહેનત ચાલુ રાખી છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થવાની શક્યતા છે.

વિધાનસભા ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ ભાજપે આગામી ચૂંટણીમાં કાર્યકરોને સક્રિય કરવા માટે કવાયત શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જ પ્રશિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. BJP training news

કાર્યકરોને સક્રિય કરવાની સાથોસાથ સંગઠનને મજબૂત કરવાની કામગીરી પણ તબક્કાવાર હાથ ધરાશે

(9:02 pm IST)