Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો : 46 દિવસ બાદ 24 કલાકમાં 1300થી વધુ કોરોના કેસ નોંધાયા

અગાઉ 3 ઓક્ટોબરે 1343 કેસ નોંધાયા હતા.: રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,92,982 થયો : અત્યાર સુધીમાં અમદાવાદમાં 46,269 કેસ, સુરતમાં 40,630 કેસ, વડોદરામાં કુલ 18208 કેસ નોંધાયા

અમદાવાદ : દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે.46 દિવસ બાદ રાજ્યમાં ફરી 24 કલાકમાં 1300થી કોરોનાના કેસ નોંધાયા છે. ગુરુવારે આંકડો 1340 થયો. અગાઉ 3 ઓક્ટોબરે 1343 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,92,982 થયો છે  7 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 3830એ પહોંચ્યો છે. 1113 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આમ કુલ 176475 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54907 ટેસ્ટ કરવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં કુલ 70.33 લાખ ટેસ્ટ થયા છે. હાલ રાજ્યમાં 12677 એક્ટિવ કેસ છે. જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર છે અને 12590 દર્દીની હાલત સ્થિર છે.

અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસ 46,269 નોંધાયા. જેમાંથી 1952 દર્દીનાં મોત થઇ ગયા. જ્યારે 41,002 દર્દી સાજા થયા છે. ત્યાર બાદ સુરતમાં 40630 દર્દીમાંથી 868નાં મોત થયા છે અને 38381 ડિસ્ચાર્જ થયા છે.

વડોદરામાં 18208માંથી 216 દર્દીએ જીવ ગુમાવ્યા. જ્યારે 16317 રિકવર થઇ ગયા. રાજકોટમાં પણ પરિસ્થિતિ થોડી ગંભીર છે. ત્યાં કુલ 14877 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમાંથી 13510 સાજા થઇ ઘરે ગયા. જ્યારે 169નાં માતે નીપજ્યાં હતા.

રાજ્યમાં 5 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી અમુક દિવસોને બાદ કરતા કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હતું. જેથી રિકવરી રેટ સુધરી રહ્યો હતો. પરંતુ ત્યાર બાદ બાદ કોરોનાના નવા કેસો વધવા  માંડ્યા છે.

(10:34 pm IST)