Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદ ચોક્સી મહાજને દુકાનનો સમય ઘટાડ્યો : સવારે 10થી સાંજના છ વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવા નિર્ણંય

સરકારની સમયાંતરે જાહેર થતી કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન પણ કરવા નિર્ણ્ય લીધો

અમદાવાદમાં 20મી નવેમ્બરથી રાત્રિ લોકડાઉન લાદવામાં આવતા ચોક્સી મહાજન સાવચેત થઈ ગયું છે. તેણે તેના સભ્યોને જણાવ્યું છે કે પરિસ્થિતિ વધારે વકરે અને સરકારને અગાઉની જેમ લોકડાઉન લાદવાની ફરજ પડે તે પહેલા આપણે જ આપણી દુકાનનો સમય કેમ ન ઘટાડીએ. ચોક્સી મહાજને હવે તેમની દુકાનનો સમય સવારના 10થી સાંજના છ વાગ્યા સુધી રાખવાનો નિર્ણય લીધો છે.

સાથે તેઓએ કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા બધા પગલાંઓને સમર્થન આપવાની સાથે તેમના દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનો નિર્ણય પણ લીધો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તહેવારોમાં લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જેવા પગલાં ન લેતા તહેવારો પૂરા થવાની સાથે કોરોનાએ ફરીથી માથુ ઉચકતા  રાજ્ય સરકારે અમદાવાદમાં 20મી નવેમ્બરથી રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. સરકારનો આ નિર્ણય આગળ બીજો આદેશ મળે નહીં ત્યાં સુધી અમલી રહેશે

(11:20 pm IST)