Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

હવે મંદિર પણ ડિજિટલ તરફ વળ્યાં :કેમ્પ હનુમાન મંદિરમાં ઈ-દર્શન અને ઈ-દાનની સુવિધા શરૂ થશે

અમદાવાદ : આજના ડિજિટલ યુગમાં હવે મંદિર પણ ડિજિટલ તરફ વળ્યાં છે, ત્યારે શાહીબાગ ખાતે કેમ્પ હનુમાન મંદિર ડિજિટલના માર્ગે પગથિયું ચઢ્યું છે. જેમાં ઈ દર્શન તથા ઈ પેમેન્ટની સુવિધા ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે.

  આ મંદિરમાં દર અઠવાડિયે અંદાજે 45,000 જેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે. જેને લઇને મંદિર તરફથી હવે ઇ દર્શન અને ઇ પેમેન્ટ દ્વારા દાન કરી શકાય તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે.

(1:08 am IST)