Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આજથી આંશિક લોકડાઉનના આરંભથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વધુ ફટકો પડશે

દિવાળીમાં થોડા કામકાજ થયા, પરંતુ આગામી એપ્રિલ સુધી વેપાર ધંધા પૂર્વવત થવાની ઓછામાં ઓછી સંભાવના

અમદાવાદ,તા.૨૦ : ગત માર્ચ મહિનાથી ઠીચુક ઠીચુક ચાલી રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આજથી શરૂ થઈ રહેલા રાત્રિના નવ વાગ્યાથી છ વાગ્યા સુધીના નિયંત્રણને પરિણામે વધુ મોટો ફટકો પડશે.

આવશ્યક ચીજવસ્તુઓની હેરફેરને બાદ કરતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા કરતાં માલની હેરફેર અનલોક પછી માંડ ૫૦ ટકાએ પહોંચી છે ત્યારે ફરીએકવાર આંશિક લોકડાઉનનો આરંભ થતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વધુ મોટો ફટકો પડવાની સંભાવના નિર્માણ થઈ છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના હોદ્દેદાર અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે અત્યારે કેપિટલ ગુડ્સ, ટેકસટાઈલ, ગારમેન્ટ, કેમિકલ બજાર નબળાં હોવાથી ટ્રાન્સપોર્ટર્સના માંડ ૪૦થી ૫૦ ટકા કામ થઈ રહ્યા છે.

દિવાળી બાદ હજી આજે બજાર ખૂલ્યું ત્યારે કોરોનાના કેસોમાં જંગી ઊછાળો જોવા મળતાં ફરીથી આંશિક કરફ્યુનો આરંભ થઈ ગયો છે. પરિણામે વેપાર ધંધા પર ફરી એકવાર ્અવળી અસર પડશે.

તેમનું કહેવું છે કે માર્ચ ૨૦૨૦ પૂર્વે માલ લઈને મુંબઈ જતી ગાડી બીજા જ દિવસે મુંબઈથી માલ લઈને અમદાવાદ તરફ રવાના થઈ જતી હતી. પરંતુ આજે તેમણે બેથી ત્રણ દિવસ સુધી નવો માલ મળે તે માટે રાહ જોવી પડી રહ ી છે. દિલ્હી, બેન્ગ્લુરૂ, ચેન્નઈ કે નાગપુર  સહિતના દરેક વિસ્તારમાં જતી ટ્રકની આ જ હાલત છે. દૂરની વાત છોડો સુરત અને વાપી ગાડી ગઈ હોય તો પણ પાછા આવતી વેળાએ માલ મળતો જ નથી.

કોરોનાના કહેરને જોતાં આગામી એપ્રિલ મહિના સુધી પરિસ્થિતિમાં સુધારો આવે તેવું જણાતું નથી. ૨૦૨૦-૨૧માં વર્ષ સંપૂર્ણપણ બરબાદ થઈ જશે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં જ  સ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.

તેનું કારણ આપતા તેઓ કહે છે કે અત્યારે લોકો કોરોનાના ભયને કારણે ઇમરજન્સીમાં કોઈ મોટો ખર્ચ આવી પડે તો તેને માટે નાણાં બચાવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. તેથી બજારમાં જોઈએ તેવી લેવાલી ખૂલી જ નથી. તેની અસર હેઠળ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના કામકાજ ૪૦ થી ૫૦ ટકાની સપાટીએ આવી ગયા છે.

(9:59 am IST)