Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

નરહરિ અમીન દંપતી સ્વસ્થ : હોમ આઇસોલેશનમાં

રાજકોટ : ભાજપના પ્રદેશ અગ્રણી રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીન અને તેમના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન અમીનને કોરોના લાગુ પડતા તેમને બન્નેને અમદાવાદની યુ.એસ. મહેતા હોસ્પિટલમાં દાખલ કરી ડો. આર.કે. પટેલ અને ડો. દિનેશભાઇએ સારવાર આપેલ. બન્નેના સીટી સ્કેન સહિતના રીપોર્ટ નોર્મલ આવતા તબીબી સ્ટાફે તે અંગેનું પ્રમાણપત્ર આપી ગઇકાલે રજા આપેલ. બન્ને એકદમ સ્વસ્થ છે. હાલ ડોકટરની સાલહ મુજબ અઠવાડિયુ હોમ આઇસોલેશનમાં જ રહેશે. બન્નેએ હોસ્પિટલની દર્દીલક્ષી કામગીરીને વખાણી તબીબી સ્ટાફ તેમજ શુભેચ્છકોના આભાર માન્યો છે. (મો.નં. ૯૮રપ૦ ૦૬૬૬૭ અમદાવાદ.

(11:29 am IST)