Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ :2 કલાકમાં 25 કેસ પોઝિટીવ: મોલ બંધ કરાયો

લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડ્યા: મનપા અધિકારીઓ ડિ માર્ટ દોડી ગયા :હાજર રહેલા લોકોના ટેસ્ટ કરાવાતા 2 કલાકમાં 25 લોકો પોઝિટિવ નોંધાયા

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્દતર થઈ છે. શ્યામલમાં પાસે આવેલ ડિ-માર્ટમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. બે કલાકમાં કોરનાના 25 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાને કારણે આજ રાતથી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે ત્યારે લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડ્યા હતા. એવામાં મનપા અધિકારીઓ ડિ માર્ટ દોડી ગયા હતા અને મોલ બંધ કરાવ્યો હતો તેમજ ત્યાં હાજર રહેલા લોકોના ટેસ્ટ કરાવાતા 2 કલાકમાં 25 લોકો પોઝિટિવ નોંધાયા હતા

(1:02 pm IST)