Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

નૂતન વર્ષે SGVP ગુરુકુલ સંત નિવાસમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને વૃંદાવની વાઘા ધરાવી ૧૬x૨૦ સાઇઝની રંગોળીની પુરવામાં આવી

અમદાવાદ તા.૧૯  દિપાવલીના પુનિત પર્વે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંત નિવાસમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને, વૃંદાવની વાઘા ધરાવી જનમંગળ સ્તોત્રના ગાન સાથે પંચોપચાર પૂજા કરી આરતિ ઉતારી  હતી.

 ત્યારબાદ વિક્રમ સંવત્ ૨૦૭૭ નું નૂતન વર્ષનું પ્રભાત સમગ્ર વિશ્વ માટે સુખ, શાંતિ અને નિરામય  બની રહે, કોરોના મહામારીનો પ્રકોપ શાંત થાય અને અને કોરોના રોગથી પીડાતા દર્દીઓ ઝડપથી સાજા થાય તેવા શુભ હેતુથી જનમંગળ સ્ત્તોત્રના પાઠ કરી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી ગુરુકુલ પરિસરમાં શ્રી ઘનશ્યામ મહારાજની સમક્ષ મોરલીભાઇ, કુંજવિહારીદાસજી સ્વામી, શ્રુતિવલ્લભદાસજી સ્વામી વગેરે સંતોએ સાથે મળી ચિરોડીના જુદા જુદા કલરમાં ૧૬x૨૦ ચો.ફૂટ સાઇઝની રમણીય રંગોળી પુરી નૂતન વર્ષનું સ્વાગત કર્યું હતું.

(1:08 pm IST)