Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આઇ.પી.એસ. રાજુ ભાર્ગવ કેન્દ્રના ડેપ્યુટેશનમાંથી ગુજરાત પરત : એડીશનલ ડી.જી.પી.નું પોસ્ટીંગ અપાશે

એસ.આર.પી.એફ.ના વડા બનાવાઇ તેવી શકયતા

ગાંધીનગર: ગુજરાત કેડરના 1995 બેંચના એડિશનલ ડીજી રેન્કના આઇપીએસ રાજુ ભાર્ગવ કેન્દ્રના ડેપ્યુટેશનમાંથી ગુજરાત પરત આવી ગયા છે અને હાજર પણ થઇ ગયા છે. રાજય સરકારે હજુ સુધી તેમણે કોઇ ચાર્જ આપ્યો નથી પરંતુ તેમણે ટુંક સમયમાં એડિશનલ ડીજીનું પોસ્ટિંગ આપવામાં આવશે. ગૃહ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, તેમણે SRPF ના વડા બનાવે તેવી શકયતા વધારે છે.

ગુજરાત કેડરના 1995 બેંચના સીનિયર આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ કેન્દ્રમાંથી પ્રતિનિયુકતી પરથી પરત આવી ગયા છે. તે વર્ષ 2013માકેન્દ્રમાં પ્રતિનિયુકતી પર ગયા હતા અને CRPFમાપહેલા ડીઆઇજી અને ત્યારબાદ આઇજી તરીકે પ્રમોશન મેળવ્યુ હતું. તેઓ નકસલ પ્રભાવિત છત્ત્।ીસગઢમાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડોના વડા પણ હતા અને છત્ત્।ીસગઢમાં ત્રણ ઓપરેશન પણ હાથ ધર્યા હતા, તેમની પ્રતિનિયુકતી ગયા જૂન મહિનામાં પુરી થતી હતી પરંતુ તેમણે વધુ ત્રણ મહિના માટે CRPFમારાખવામાં આવ્યા હતા.

IPS રાજુ ભાર્ગવ ગુજરાતમાંથી જયારે કેન્દ્રમાં પ્રતિનિયુકતી પર ગયા હતા ત્યારે DIG રેન્કના અધિકારી હતા. 7 વર્ષ કેન્દ્રમાં પ્રતિનિયુકતી પર રહ્યા બાદ તેઓ હવે ગુજરાત આવતા તેમણે એડિશનલ ડીજીનું પ્રમોશન આપવામાં આવશે. આઇપીએસ રાજુ ભાર્ગવ ગુજરાતના મહત્વના જિલ્લા જેવા કે પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે રહી ચુકયા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુકયા છે. રાજય સરકાર ટુંક સમયમાં રાજુ ભાર્ગવને એડિશનલ ડીજીમાં બઢતી સાથે પોસ્ટિંગ આપશે.

(1:09 pm IST)