Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અટક પારડી પરથી રૂ. 57,600નો દારૂ પકડી પાડતી એલસીબી

ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, એએસઆઇ રૂપસિંગ નંદરિયા, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વજીર, પોલિસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રણજિતસિંહ, વગેરેએ નાકાબંધી કરી દારૂનો જથ્થો પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબીએ બાતમીના પગલે ધરમપુર ચોકડી નજીક અટકપારડી ખાતે નાકાબંધી હાથ ધરી દારૂ ભરીને જતી એક ઇકો કારને પકડી તેમાંથી રૂ.57,600નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની સાથે તેમણે 2 આરોપીઓ પણ પકડી પાડ્યા હતા. 

  પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, એએસઆઇ રૂપસિંગ નંદરિયા, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વજીર, પોલિસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રણજિતસિંહ, વગેરેએ અટક પારડી ખાતે નાકાબંધી કરી ઇકો કાર નં GJ04AT2031 ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાંથી તેમને દારૂની 72 બોટલો કિં. રૂ. 57600ની મળી આવી હતી. જેના પગલે પોલીસે કારમાં સવાર પન્નાલાલ ભગવાનજી વેદ (રહે. સુરત )અને લક્ષ્મણસિંહ ગરવરસિંહ રાજપુત (રહે. કડોદરા સુરત) ને પકડી પાડ્યા હતા. જ્યારે માલ ભરાવનાર અનિલને એલસીબીએ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(2:08 pm IST)