Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વિજ કંપનીના ખાનગીકરણ સામે ર૬મીએ ૧પ લાખ વિજ કર્મચારીઓનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા.ર૦ : વિજ કંપનીઓના ખાનગીકરણ સામે ર૬ નવેમ્બરે દેશભરના વીજ કર્મચારીઓ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરનાર છે.

આ અંગે ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર ફેડરેશનની યાદીમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલ નિર્ણય મુજબ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલમાં કાર્યરત સરકાર હસ્તકની વીજળી સેવા પૂરી પાડતી એવી આવશ્યક વીજ વિતરણ (ડીસ્કોમ) કંપનીઓનું ખાનગીકરણ કરી ખાનગી પુંજીપતિ ઔદ્યોગિક ગૃહોને સોંપી પ્રજાકીય વીજ આવશ્યક જાહેર સેવાને પ્રાઇવેટ હાથોમાં સોંપવાની પ્રક્રિયાઓ આદરવામાં આવેલ છે જેના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા રાજય અને કેન્દ્રશાસિત હસ્તકની વીજ વિતરણ (ડીસ્કોમ) કંપનીઓનું ખાનગીકરણ કરવાના હેતુસર સ્ટાન્ડર્ડ બ્રિડ ડોકયુમેન્ટ-ર૦ર૦ ગાઇડલાઇન મુજબની ટેન્ડર પ્રક્રિયાઓ પ્રસિદ્ધ કરી કાર્યવાહી આદરવામાં આવેલ છે.

તેનો ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશન અને નેશનલ કો-ઓર્ડીનેશન કમીટીંગ ઓફ ઇલેકટ્રીસીટી એમ્પ્લોય એન્ડ એન્જીનિયર્સ સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવે છે. તેમજ આહવાન કરે છે કે તા. ર૬ નવેમ્બર ર૦ર૦ના રોજ સમગ્ર ભારતરમાં તમામ વીજ કંપનીઓમાં સેવા બજાવતા અંદાજે ૧પ લાખ વીજ કર્મચારીઓ સામૂહિક ધોરણે વિરોધ સભાઓ યોજી સમગ્ર દેશભરના વિવિધ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દેખાવો કરી આવેદનપત્રો પાઠવવાના કાર્યક્રમો યોજવામાં આવેલ છે, આથી તા. ર૬-૧૧-ર૦ર૦ના રોજ સવારે ૧૦ કલાકે વીજ વિતરણ (ડિસ્કોમ) કંપનીઓનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયાનો વિરોધ દર્શાવવા ગુજરાતભરમાં તમામ વીજ કંપનીઓના આશરે પપ હજારથી વધુ વિજકર્મચારીઓ દ્વારા સામૂહિક ધોરણે વિરોધ નોંધાવી નીચે મુજબની માંગણીઓ સાથે આવેદનપત્ર સરકારશ્રીને પાઠવવામાં આવશે.

(3:35 pm IST)