Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતના અમરોલી-કોસાડ આવાસમાં શ્રમજીવી પરિવારની 9 વર્ષીય બાળકીની એકલતાનો લાભ લઇ નરાધમ કાકાએ શારીરિક અડપલાં કરતા અરેરાટી

સુરત: શહેરના અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 9 વર્ષની માસુમ બાળાની એકલતાનો લાભ લઇ કૌટુબિંક કાકાએ શારિરીક અડપલા કરી દુષ્કર્મ આચરતા મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે દુષ્કર્મી કાકાની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
કોસાડ આવાસમાં રહેતા શ્રમજીવી પરિવારનું દંપતી ત્રણ દિવસ અગાઉ ફટાક્ડા વેચવા અમરોલી વિસ્તારમાં ગયા હતા. દંપતી ફટાક્ડા વેચવા જાય ત્યારે તેમની 9 વર્ષની માસુમ બાળા ઘરે પરિવારના અન્ય સભ્યો સાથે રહેતી હતી. ત્રણ દિવસ અગાઉ જયારે દંપતી ફટાક્ડા વેચવા ગયું હતું ત્યારે 9 વર્ષની માસુમ બાળા ઘરે રમી રહી હતી ત્યારે તેનૌ કૌટુબિંક કાકા અજય કાનજી દેવીપૂજક (ઉ.વ. 22 મૂળ રહે. પરબડી ગામ, તા. ધંધુકા, જિ. અમદાવાદ) એ માસુમની એકલતાનો લાભ લઇ પણ માસુમ સાથે રમવા લાગ્યો હતો. ત્યાર બાદ માસુમને પોતાની બાહોમાં જકડી લઇ શારિરીક અડપલા કર્યા હતા અને દુષ્કર્મ કર્યુ હતું.

(5:08 pm IST)