Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતમાં દુષ્કર્મ આચરીને પરિણિતાને સગર્ભા કરનાર સુપરવાઇઝર જયવિરસિંગની ધરપકડઃ પતિ તથા પુત્રને મારી નાખવાની ધમકી આપી'તી

સુરત : સચીન જીઆઇડીસીના કારખાનામાં કામ કરતી મહિલા પર સુપરવાઇઝર દ્વારા રેપ કરતા સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા બળાત્કારનો ગુનો દાખલ કરી સુપર વાઇઝરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચીન જીઆઇડીસી વિસ્તારમાં લોકડાઉન પહેલા મહિલા લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરતી હતી.

દરમિયાન કારખાનાના સુપરવાઇઝરે મહિલા સાથે જબરજસ્તી કરી શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હતી. મહિલાને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. 35 વર્ષીય પરિણીતા જો કોઇને જણાવશે તો  માત્ર નોકરી માથી કાઢી મુકશે પરંતુ તેની હત્યા પણ કરી દઇશ તેવી ધમકી આપી હતી. પોલીસે જયવીરસિંગ નામના સુપરવાઇઝરની ધરપકડ કરી છે

લોકડાઉન અગાઉ જયવીરસીંગે મહિલા સાથે બેવાર શરીર સંબંધ બાંધી લીધો હતો. મહિલાને કહ્યું કે, વાત કોઇને કરીશ નહી તો તને તારા પતિ તેમજ છોકરાની મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ધમકી હેઠળ સુપરવાઇઝર વારંવાર મહિલા પર દુષ્કર્મ આચર્યા કરતો હતો. જો કે આખરે મહિલા ગુમસુમ રહેતા તેના પતિએ પુછતા મહિલા સમગ્ર હકીકત જણાવી હતી. જેના પગલે પતિએ પોલીસમાં જઇને અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.

(5:24 pm IST)