Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં પાનના ગલ્લાઓ પર બંધાણીઓ ઉમટી પડ્યા વ્યસનીઓની પડાપડી : ઘણાએ મન ફાવે તેવા ભાવ વસુલ્યા

વ્યસનીઓ પાન મસાલા સિગારેટ અને બીડીનો સ્ટોક કરવા લાગ્યા : ગલ્લાઓ પર ભારે ભીડ

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધતા તંત્ર એલર્ટ બન્યું છે કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે આજે શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કફર્યું જાહેર કરી દીધું છે, જેના કારણે લોકો પોતાના જીવન જરુરીયાતની વસ્તુ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, બીજી બાજુ અમદાવાદના પાન્ના ગલ્લા પર વ્યસનિઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વ્યસનિઓ પોતાના વ્યસન માટે સાગમટે પાન મસાલા અને સિગારેટની ખરીદી કરી લીધી છે. Ahmedabad Curfew

 કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા કફર્યું જાહેર કરવામાં આવી દીધું છે. જેને લઈ પાનના ગલ્લાઓ પણ સોમવાર સુધી બંધ રહેવાના હોવાથી તમામ ગલ્લાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. થોડાક મહિનાઓ પહેલા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ, ત્યારે શહેરમાં પાન મસાલાની કિંમતમાં વેપારીઓ દ્વારા ઘરખમ વધારે કરી દેવામાં આવ્યો હતો. ઘણા ગલ્લાવાળા મન ફાવે તેમ ભાવ લઈ રહ્યા હતા. ત્યારે આજ ભયના કારણે વ્યસનિઓ હમણાથી જ પોતાના વ્યસનનું સ્ટોક ભેગી કરી રહ્યા છે

(6:39 pm IST)