Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં ત્રણ દરવાજાનું બજાર ખાલી કરાવાયું : રસ્તા પર બેઠેલા તમામ ફેરિયાઓને હટાવી દેવાયા

ભારે ભીડ ઉમટતી -સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા બજાર બંધ કરવા તંત્રનો નિર્ણંય :રક્ઝક બાદ સમજાવટના અંતે તમામ ફેરિયાઓ સહમત ખાલી કરવા થયા

અમદાવાદમાં વધી રહેલા કેસને લઈ આજે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કફર્યું જાહેર કરી દેવામાં આવ્યો છે. જો કે, ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ હોવાના કારણે સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે એએમસી દ્વારા હાલ બજાર બંધ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસ દ્વારા માર્કેટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તા પર બેઠેલા તમામ ફેરિયાઓને હટાવવામાં આવી રહ્યા છે. સામાન્ય રકઝક અને સમજાવટ બાદ તમામ ફેરિયાઓ દ્વારા માર્કેટ બંધ કરવાનાં તંત્રના નિર્ણય સાથે સંમત થયા હતા. તમામને હાલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા હટાવવાની કામગીરી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં સામાન્ય દિવસોમાં પણ લોકોની ભીડ જોવા મળતી હોય છે. તેવામાં તહેવારો સમયે અહીં ખુબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. તેને લઈને તંત્ર દ્વારા માર્કેટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીંના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે. જેને લઇને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળે છે. જેને લઇને ભીડને નિયંત્રિત કરવા માટે હાલ માર્કેટ બંધ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(6:44 pm IST)