Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોનાનો કહેર વધતા GPSCની મેડિકલ ટીચરની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય

આ પરીક્ષા 22, 24, 26, 28 અને 29મી નવેમ્બરના રોજ યોજાનારી હતી

અમદાવાદ : જીપીએસસીએ કોરોનાના લીધે પ્રવર્તમાન સ્થિતિના કારણે રાજ્યની મેડિકલ કોલેજો માટે મેડિકલ ટીચરોની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા 22, 24, 26, 28 અને 29મી નવેમ્બરના રોજ યોજાનારી હતી

 અત્રે . ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવારે સવારના છ વાગ્યા સુધી લોકડાઉન લાદવામાં આવ્યુ છે. તેના પગલે રાજ્યના વિવિધ શહેરો જ્યાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યાં મર્યાદિત કરફ્યુની વિચારણા ચાલી રહી છે

   કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદમાં શુક્રવાર રાત્રીના 9 વાગ્યે થી સોમવાર સવારના 6 વાગ્યે સુધી લાદી દેવામાં આવેલા કરફ્યુ અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર આયોગ સેવા મંડળ (GPSC) દ્વારા આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી મેડિકલ ટીચર્સની પરીક્ષા હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિણર્ય કર્યો છે

   GPSC દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી મેડિકલ કોલેજોમાં મેડિકલ ટીચર્સની ભરતી માટે જે પરીક્ષા 22મી નવેમ્બરથી યોજવવાની હતી તેને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. મેડિકલ ટીચર્સના પદ માટે નવેમ્બર મહિનામાં 22, 24, 26, 28 અને 29 તમામ તારીખે યોજવનારી પરીક્ષા મુલત્વી રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ મુદ્દે ઉમેદવારોને SMS અને ઈ-મેલ મારફતે જાણ કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોએ નવી તારીખ વેબસાઈટ પર પણ જોઈ શકશે

   આ સિવાય સમગ્ર દેશમાં આવતીકાલથી વિવિધ સેન્ટરો પર CAની પરીક્ષા લેવામાં આવશે. જોકે અમદાવાદમાં કર્ફયું છે ત્યારે CAની પરીક્ષા અંગે હાલ કોઈ નિણર્ય લેવામાં આવ્યો નથી. દિવાળી બાદ અચાનક કોરોનાના કેસમાં વધારો નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20મી નવેમ્બરના રોજ – શુક્રવાર રાત 9 વાગ્યેથી 59 કલાક જનતા કરફ્યુની જાહેરાત કરી હતી. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં રૂટિન એસટી સેવા પણ ઉપલબ્ધ રહેશે નહિ

(8:01 pm IST)