Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં સાઉથ અને સાઉથ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર

બંને ઝોનમાં 5-5- વિસ્તાર અને નોર્થ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન બંનેમાં અલગ અલગ 1-1 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર

અમદાવાદ વિસ્તારમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સાઉથ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોનમાં છે. સાઉથ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોનમાં અલગ અલગ 5- 5 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર છે. ત્યારબાદ પશ્ચિમ ઝોનમાં 3 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર છે. તેમજ વેસ્ટ ઝોનમાં 2 વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે તેમજ નોર્થ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન બંનેમાં અલગ અલગ 1-1 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા શુક્રવારના રોજ 17 વિસ્તારને માઇક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 6 વિસ્તારને દૂર કરાયા છે. હવે શહેરમાં માઇક્રોકન્ટેન્ટ વિસ્તારનો આંકડો 105 પર પહોંચ્યો છે.

(10:32 pm IST)