Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વલસાડ સિટી પોલીસે માસ્ક વિના ફરતા લોકોને દંડી રૂ.63 હજાર વસૂલ્યા

તિથલ વિસ્તારમાં માસ્ક માટે ચેકિંગ : વલસાડ તેમજ વલસાડ બહારના લોકોને દંડવાનું શરૂ : સમગ્ર પંથકમાં ફરીથી ફફડાટ

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ :અમદાવાદ અને સુરતમાં કોરોનાનો ફેલાવો ફરી શરૂ થયા બાદ વલસાડમાં ફરીથી કોરોના ઉથલો ન મારે એ માટે પોલીસ સતર્ક બની છે. વલસાડ સિટી પોલીસે કોરોના અટકાવવા તિથલ રોડ અને તિથલમાં માસ્ક વિના ફરતા લોકોને દંડવાનું શરૂ કરી બે દિવસમાં રૂ. 63 હજારનો દંડ વસૂલ્યો હતો.
  વલસાડ સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ, કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય તેમજ અન્ય પોલીસ સ્ટાફે મળી તિથલ વિસ્તારમાં માસ્ક માટે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં માસ્ક વિના તિથલની સહેલગાહે આવનારા વલસાડ તેમજ વલસાડ બહારના લોકોને તેમણે દંડવાનું શરૂ કર્યું હતુ. જેમાં તેમણે બે દિવસમાં અધધ એવો રૂ. 63 હજારનો દંડ વસૂલી કાઢ્યો હતો. તેમની આ કામગીરીના પગલે સમગ્ર પંથકમાં ફરીથી ફફડાટ ફેલાઇ ગયો છે.

(10:43 pm IST)