Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરાયો: માત્ર સરકારી વાહનોને પ્રવેશ

લોકડાઉનનું કડક અમલીકરણ: એક્સપ્રેસ-વે પર માત્ર સરકારી વાહનોને જ એન્ટ્રી : નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનોનું કડક ચેકિંગ

અમદાવાદ: આજથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. બન્ને હાઇવે પર સરકારી તેમજ મેડિકલ ઇમરજન્સીના વાહનો જ પસાર થઇ શકશે. અમદાવાદથી મુંબઇ વચ્ચેના વિસ્તારમાં લોકડાઉનના કડક અમલીકરણ માટે આ નિર્ણય લઇ ખાનગી વાહનો માટે નેશનલ હાઇવે શરૃ રાખવાનો નિર્ણય કરાયો છે.
લોકડાઉનના કડક અમલીકરણ માટે અમદાવાદ-વડોદરા વચ્ચેને એક્સપ્રેસ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ખાનગી વાહનોએ હવે નેશનલ હાઇવે નં-૮ પરથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાનો રહેશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેના નેશનલ હાઇવે પર ગુજરાતની હદમાં આવતા વિસ્તારોમાં વધુ ચેકપોસ્ટ મૂકી વાહનોનું કડક ચેકિંગ શરૃ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનો ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓની છટકબારીનો ઉપયોગ ન કરે તે માટે ગ્રામ્ય વિસ્તારોને હાઇ-વે સાથે જોડતા રસ્તાઓ પણ અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે.

(10:35 pm IST)