Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી PVS સરમાની કરચોરીના ગુન્હામાં ધરપકડ

બેનામી સંપત્તિ મળ્યા બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

સુરત, તા. ર૧ : સુરત ભાજપના નેતા અને પૂર્વ આઇટી આધિકારી પીવીએસ સરમાની શનિવારે ધરપકડ કરાઇ છે. તેમને કોર્ટમાં રજૂ કરાશે. શહેરના જવેલર્સ સામે કરચોરીનો આરોપ મૂકયા બાદ સરમા વિવાદોમાં સપડાયા હતા. તે પછી તેમના ઠેકાણે દરોડા પડાયા હતા.

જેમાં બેનામી સંપત્તિ મળી આવી હતી. સરમાની ધરપકડ કરાય તે પહેલાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જયાંથી આજે તેમની વિધિવત ધરપકડ કરાઇ હતી.

સુરત ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ સર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને પગલે આઇટીએ પી.વી.એસ. સરમા દ્યરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો.

તપાસમાં કેટલાક બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની હકીકત પણ સામે આવી હતી. તેમના ન્યુઝ પેપરનું ખોટું સકર્યુલેશન બતાવી જાહેરાતો મેળવવા આવું કરાયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

સુરત આઇટીના ડેપ્યુટી ડાયરેકટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસમાં પી.વી.એસ. સરમા અને કંપનીના ડાયરેકટર સીતારામ અડુકીયા સામે ફરિયાદ નોંધાવી છે.

આઈપીસી કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦ અને ૧૨૦(બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી, જોકે ધરપકડ થાય તે પહેલાં જ તેમને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

જયાં ડોકટરના અભિપ્રાય બાદ ઉમરા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાના ટેકસની ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે સુરત ભાજપના નેતા પી.વી.એસ. સરમા કેટલીક ટ્વીટ કરી મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો હતો.

આ ટ્વીટ બાદ પી.વી.એસ. સરમા ને ત્યાં આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મેસર્સ સંકેત મીડિયા પ્રા.લિ.ની માલિકીથી ચાલતા સત્યમ ટાઇમ્સ ગુજરાતી અને અંગ્રેજી દૈનિક પેપરોની ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.

કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતાં. જેમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતીની કોપી ૨૩૫૦૦ કોપી સત્યમ ટાઇમ્સ અંગ્રેજીની કોપી ૬૦૦૦  થી વધુ કમ્પ્યુટરના બુકસ ઓફ એકાઉન્ટસમાં નોંધ કરી હતી.

જોકે આ અંગે તપાસ હાથથી લખેલ એક સ્ટોક રજીસ્ટ્રર મળ્યું હતું. જેમાં ન્યૂઝ પેપર છાપવા માટેનું રો-મટીરીયલ્સની આવક-જાવકની નોંધમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતી આવૃતિ ૩૦૦ થી ૬૦૦ અને અંગ્રેજી ૨૯૦ જેટલી કોપીઓ છપાતી હોવાનું સામે આવ્યું હતું.

ન્યુઝ પેપરને સરકારી એજન્સીઓ અને પ્રાઇવેટ કંપનીઓમાં વધુમાં વધુ રકમની એડવર્ટાઈઝ મળે તે માટે ન્યૂઝ પેપર વધુ છપાય છે તેમ બતાવ્યું હતું, પરંતુ હકીકતમાં ઓછા ન્યૂઝ પેપર છપાતા હતાં.

ન્યુઝ પેપર માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપનીમાંથી ૧-૪-૨૦૧૩ થી ૨૧-૧૦-૨૦૨૦ વચ્ચે ૨.૪૩ કરોડનું રો-મટીરીયલ્સ ખરીદવામાં આવ્યું હતું. આઇટી દ્વારા મેનેજર પાસેથી મહેશ ટ્રેડીંગના એડ્રેસ મેળવી મહિધરપુરા ભાનુદાસ સ્મૃતિ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી.

આ તપાસમાં આઇટી અધિકારીઓ ત્યારે ચોંકી ગયા હતાં જયારે સી.એ. અડોકીયાની જૂની ઓફિસ હોવાનું સામે આવ્યું હતું, કારણે સરમાના સીએ અડોકિયા છે. મહેશ ટ્રેડીંગ નામની કોઈ કંપની નથી તેવું સીએ દ્વારા તપાસમાં કહેવામાં આવ્યું હતું.

જેથી આઇટીના ડેપ્યુટી ડાયરેકટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદમાં લખાવ્યું છે કે ૨૦૦૮-૦૯ થી ૨૧-૧૦-૨૦ દરમિયાન ન્યુઝ પેપરના છાપકામ માટેના રો-મટીરીયલ્સ ઓછા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી.

પી.વી.એસ. સરમાએ ખોટી રીતેવધુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપની તેમજ અન્ય બોગસ કંપનીઓ પાસેથી રો-મટીરીયલ્સ ખરીદની ખોટી એન્ટ્રી બતાવી હતી.ભ્સ્લ્ લ્ર્ીર્શ્વૃી ખ્શ્વશ્વફૂસ્નદ્દ ઁફૂરૂસ્ન

ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી સત્યમ ટાઇમ્સ દૈનિક પેપરનું સકર્યુલેશન ઓછું હોવા છતાં ડાયરેકટરેટ ઓફ એડવટાઇસ્મેન્ટર એન્ડ વિઝયુઅલ પબ્લિસિટી(ડીએવીપી) અને અન્ય સરકારી એજન્સીઓમાં વધુ સકર્યુલેશન બતાવી ૭૦ લાખની જાહેરાત તથા ખાનગી કંપનીઓને પાસેથી ૨ કરોડની જાહેરાત મેળવી હતી.

ઉમરા પોલીસે આઈપીસી કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦ અને ૧૨૦(બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

ઉમરા પોલીસે આ કેસમાં ડાયરેકટર સીતારામ અડુકીયા અને મેનેજર મુસ્તાક સઈદ બેગની ધરપકડ કરી હતી, જોકે પોલીસ પી.વી.એસ. સરમાની ધરપકડ કરે તે પહેલાં જ તેમને નવસારી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, ઉમરા પોલીસે હોસ્પિટલમાં બંદોબસ્ત મૂકી સર્માની અટકાયત કરી હતી, જોકે ડોકટરના અભિપ્રાય બાદ સર્માને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

ઉમરા પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ આજે સર્માને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરી શકે છે.

(3:31 pm IST)