Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જિલ્લા બેંકનો નફો ૪૬ાા કરોડઃ કાલે સાધારણ સભામાં ખેડુતલક્ષી જાહેરાત

રાજકોટ તા. ર૧ : જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા આવતી કાલે ચેરમેન જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાશે. મુખ્ય કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં થશે જિલ્લામાં અન્ય ૭ સ્થળોએ તેજ સમયે ઓનલાઇન સભા થશે. કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને આ વખતે સાધારણ સભાના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દર વર્ષે જુન આસપાસ સામાન્ય સભા મળતી હોય છે. આ વર્ષે લોકડાઉનના કારણે વાર્ષિક સભા મોડી મળી રહી છે. ગઇ તા.૩૧ માર્ચથી સ્થિતિએ બેંકનો ચોખ્ખો નફો ૪૬.પ૦ કરોડ જેટલો થયો છે. તે અગાઉના વર્ષ કરતા પ૦ લાખ જેટલો વધુ છે. કાલે સાધારણ સભામાં ખેડુતોલક્ષી મહત્વની જાહેરાત કરવામાં આવે તેવા નિદૃેષ્ટ મળે છે.

(3:32 pm IST)
  • જન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST

  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST