Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

નીતિ આયોગના બેસ્ટ પ્રેકિટસિસ રિપોર્ટમાં આઇ.આઇ.ટી.ઇ.નો સમાવેશ

શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટતા બતાવવાની કટીબદ્ધતા વ્યકત કરતા કુલપતિ ડો. હર્ષદ પટેલ

ગાંધીનગર, તા. ર૧ : દેશના વિવિધ ક્ષેત્રોમાં વિકાસ માટે નીતિઓના ઘડતર માટે રચાયેલા નીતિ આયોગ દ્વારા  માનવ સંસાધન વિકાસ ક્ષેત્રે પ્રયોજવામાં આવતી બેસ્ટ પ્રેકિટસિસમાં સમગ્ર દેશમાંથી પસંદ થયેલી  ૨૩ સંસ્થાઓમાં ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજયુકેશન – આઈઆઈટીઈ)ને સ્થાન મળ્યું છે.

ઓકટોબર ૨૦૨૦ તૈયાર કરવામાં આવેલા આ અહેવાલને નીતિ આયોગની ડેવલોપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ દ્વારા બેસ્ટ પ્રેકિટસિસ કમ્પેન્ડિયમ– હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ સેકટર શીર્ષકથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, પૂર્વ-સેવા શિક્ષકો પ્રશિક્ષણમાં ગુણવત્ત્।ાના પ્રશ્નો, તાલીમનો સમય, તાલીમના અભ્યાસક્રમ, તાલીમાર્થીઓની ગુણવત્ત્।ાનું સ્તર, અને તેમના પ્રમાણીકરણ જેવા પ્રશ્નો સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા છે. આ સમયે શિક્ષક પ્રશિક્ષણ માટેની એક સમર્પિત યુનિવર્સિટીની સ્થાપના અને તેની સાથે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો સહિતની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓના જોડાણથી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય તેવી વ્યવસ્થા તરીકે આઈઆઈટીઈને બેસ્ટ પ્રેકિટસિસના આ અહેવાલમાં સ્થાન મળ્યું છે.આઈઆઈટીઈને દેશની ૨૩ સંસ્થાઓમાં મળેલા સ્થાન વિશે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, શિક્ષક પ્રશિક્ષણ વિદ્યાશાખામાં જોવા મળતાં સંખ્યાબંધ પડકારો સામેના એક અસરકારક અને સંભવિત ઉકેલ તરીકે આઈઆઈટીઈને આ અહેવાલમાં સ્થાન મળ્યું છે, તે બાબત ફરી એકવાર આપણા વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યુનિવર્સિટીની સ્થાપના વખતે ગુણવત્ત્।ાયુકત શિક્ષકોના દ્યડતર માટેના સંકલ્પનું અનુમોદન છે. અમે એક ઉદાહરણરૂપ વ્યવસ્થા તરીકે આઈઆઈટીઈને શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રમાં વધુ ઉત્કૃષ્ટતા તરફ લઈ જવા માટે સતત કાર્યશીલ રહીશું.ઙ્ખવર્ષ ૨૦૧૯ ઓગસ્ટ માસમાં નીતિ આયોગ દ્વારા માનવ સંસાધન વિકાસ ક્ષેત્ર હેઠળ કાર્યરત્ વિવિધ યોજનાઓના અમલીકરણને સદ્યન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સહાય પામતી યોજનું એક મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન અહેવાલમાં સમગ્ર દેશની શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી શ્રેષ્ઠ વ્યવસ્થાઓ અને તેમન દ્વારા થયેલા સકારાત્મક પરિવર્તનની નોંધ લેવામાં આવી છે.

(3:36 pm IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST