Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

૨૪ કલાક ધમધમતું અમદાવાદ શાંત, માર્ગો બન્યા સુમસામ

કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરમાં ૫૭ કલાકના કર્ફયુનો ગઈરાતથી પ્રારંભ થઈ ગયો છે. ૨૪ કલાક ધમધમતું અમદાવાદ શાંત થઈ ગયું છે. માર્ગો સુમસામ બની ગયા છે. શહેરભરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. તસ્વીરમાં સુમસામ ભાંસી રહેલા રસ્તાઓ નજરે પડે છે.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(3:52 pm IST)
  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST

  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST