Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વડોદરામાં રસોડામાં ચોખાના ડબ્બામાં સંતાડેલી પિસ્તોલ સહીત કારતુસ સાથે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારના  પવન નગરમાં આવેલ મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રસોડામાં ચોખાના ડબ્બામાં સંતાડેલા દેશી તમંચો  અને ત્રણ જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ તમંચો તેણે કોની પાસેથી મેળવ્યો અને શું ઉપયોગ કરવાનો હતો. તે દિશામાં આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જીઆઇડીસીથી અલ્વા નાકા તરફ જવાના રસ્તા પર આવેલ પવન નગરમાં રહેતો મહંમદહાસીમ શેખે ગુનાઈત કૃત્ય આચરવા પોતાની પાસે એક તમંચો રાખ્યો છે અને હાલમાં તે પોતાના ઘરે હાજર છે. 

ઉક્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડી મહંમદ હાસીમને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે તેના ઘરમાં રસોડામાં મુકેલ ચોખાના ડબ્બાની તલાશી લેતા તેમાંથી દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. 

(5:09 pm IST)
  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • અરવલ્લી જિલ્લાનું ધનસુરા 48 કલાકમાં 30થી વધુ કેસ આવતા 23 નવેમ્બર સુધી જનતા કરફયુ : આજથી સજ્જડ બંધ રહેશે access_time 11:20 pm IST