Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વડોદરામાં સોશિયલ ડીસ્ટન્સનો અમલ શરૂ કરવામાં આવ્યો:કોર્પોરેશનદ્વારા 15 દુકાનો સીલ કરવામાં આવી

વડોદરા:શહેરમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવશે. તે પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલી દુકાનો પર સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું નહીં હોવાનું જણાતા તાત્કાલિક સીલ મારવામાં આવ્યું હતું.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તે બાદ હવે વડોદરામાં પણ કોરોના કેસો પર નિયંત્રણ રાખવા માટે રાત્રી કર્ફ્યુનો અમલ આજથી શરૂ કરવામાં આવશે તો બીજી બાજુ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બગીચા ખુલ્લા રાખવામાં આવ્યા તેમાં અગાઉ 8 કલાક બગીચા ખુલ્લા રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ આજે સવારથી સમયમાં ઘટાડો કરી સવારે 6 થી 9 અને સાંજે ચારથી આઠ દરમિયાન બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(5:10 pm IST)