Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કઠલાલ પોલીસે પેટ્રોલિંગ દરમ્યન દારૂ ચાળવાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી

કઠલાલ:પોલીસની ટીમ ગતરોજ સાંજના સમયે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન શહેરના વાળંદ ફળીયા નજીક હાથમાં સ્ટીલની બરણી લઈ પસાર થતી ઉષાબેન રાજુભાઈ તળપદા (રહે.વાળંદ ફળીયું, કઠલાલ) નામની મહિલા પોલીસને જોઈ ઉતાવળે ચાલવા લાગી હતી. જેથી પોલીસે શંકાને આધારે મહિલાની અટકાયત કરી હતી. અને તેની પાસેની બરણીની તલાશી લેતાં તેમાંથી ૮ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જે બાદ પોલીસે વધુ તપાસ માટે મહિલાના ઘર તેમજ આસપાસની જગ્યાની તલાશી લેતાં ઘરની પાછળ બાવળની ઝાડીઓ આસપાસ જમીનમાં ખાડાઓ ખોદી સંતાડેલા ચાર પીપમાંથી કુલ ૮૦૦ લિટર દેશી દારૂ ગાળવાનો તૈયાર વોશ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ કિંમત રૂ.૧૬૦ તેમજ દેશી દારૂ ગાળાનો વોશ કિંમત રૂ.૧૬૦૦ મળી કુલ રૂ.૧૭૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને પકડાયેલા ઉષાબેન રાજુભાઈ તળપદા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:15 pm IST)
  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST