Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગાંધીગીરી : મોડાસામાં માસ્ક વિના ફરતા લોકોનું ફૂલછડી અને માસ્ક આપી સન્માન

સબલપુર ગ્રામ પંચાયત સરપંચ તલાટી પણ અભિયાનમાં જોડાયા

અરવલ્લી જિલ્લામાં કોરોના કહેરની રફતારે જોર પકડ્યું છે,દિનપ્રતિદિન અસંખ્ય લોકો કોરોના વાઇરસ ની લપેટમાં આવતા અટકી નથી રહ્યા,ત્યારે કોરોના સામે લડવા જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી અને ગ્રામ સરપંચને આદેશ કરી દીધો છે,ત્યારે  મોડાસા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સાથે સબલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી પણ દ્વારા માસ્ક વગર નિકળનાર વાહન ચાલકો અને રાહદારીઓ પર નવતર પ્રયોગ અજમાવ્યો હતો,માસ્ક વગર આવનાર વાહન ચાલક અને રાહદારીનું ફુલછડી અને માસ્ક આપી સન્માન કરાયું હતું,દંડ સહિત માસ્ક માટે અધિકારીઓએ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ અભિયાનમાં સબલપુર ગ્રામ પંચાયત સરપંચ તલાટી પણ અભિયાનમાં જોડાઇ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

(6:38 pm IST)