Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ખામર ગામની સીમમાંથી દારૂ ગાળવાના વોશ ઝડપાયો : દારૂ ગાળનાર શખ્સ ગેરહાજર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસે બાતમીના આધારે નાંદોદ તાલુકાના ખામર ગામની સીમમાં રેડ કરી દારૂ ગાળવાનો વોશ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ માણસો  પ્રોહીબિશનની રેડ માં નીકળ્યા હતા ત્યારે બાતમી મળતા ખામર ગામની સીમમાં આવેલ ખાડી કોતરમાં ગે.કા. દેશી દારૂ ગાળવાનો બે પ્લા.ના પીપમાં ઠંડો વોશ લીટર -૪૦૦ કિ.રૂ .૮૦૦નો કબ્જે કર્યો હયો પરંતુ દારૂ ગાળનાર સિનભાઇ બુચાભાઇ વસાવા( રહે.ખામર તા.નાંદોદ) સ્થળ ઉપર હાજર ન મળતા આમલેથા પોલીસે દારૂનો વોશ અને મુદામાલ જપ્ત કરી સીનભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:14 pm IST)