Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

નર્મદામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જીલ્લાનાં સ્મશાનગૃહને જલાઉ લાકડાની નિ:શૂલ્ક ફાળવણી કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવિડ-૧૯ ની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્મશાનગૃહોમાં લાકડાની જરૂરિયાતને પહોંચી વળવા માટે જલાઉ લાકડાની વિના મૂલ્યે ફાળવણીના કરાયેલા ઠરાવ અન્વયે અત્રેના સામાજીક વનીકરણ વિભાગ નર્મદા હેઠળની તિલકવાડા રેંજ પરના તિકલવાડા ડેપો પર આ કામે જલાઉ લાકડાના મુદ્દામાલ ઉપલબ્ધ છે. જે જિલ્લાના અલગ અલગ સ્મશાનગૃહ માટે સરકારના પરિપત્ર મુજબ આપવાના થાય છે.
જો કોઇ સ્મશાનગૃહને જલાઉ લાકડાની જરૂરિયાત હોય તો રાજપીપલા નગરપાલિકા કચેરીએ અને તાલુકાની સંબંધિત મામલતદારની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે અને લાકડા તિલકવાડા ડેપો પરથી મેળવવાનો રહેશે અને આ કામે એજન્સી/NGO લાકડા અલગ અલગ સ્મશાન ગૃહ ખાતે પહોંચાડવા માટે સહયોગ આપવા માંગતા હોય તો રાજપીપલા નગરપાલિકા અને સંબંધિત તાલુકાની મામલતદારની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ અંગેના તમામ આદેશ અનુસારનો જથ્થો જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ તા.૩૧/૦૭/ ૨૦૨૧ સુધી વિતરણ કરવામાં આવશે

(10:28 pm IST)