Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી ડિગ્રી વિનાના નકલી ડોકટરને એસઓજીએ ઝડપ્યો

નવા વાડજનો રહેવાસી કુશલ જગતસિંહ રાઠોડ નામનો નકલી ડોકટક મોટેરા સ્ટેડિયમ પાસેના ભક્તિનગર વિસ્તારમાં દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવતો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મેડીકલ ડીગ્રી વગર દવાખાનું ચલાવતા નકલી ડોકટર ની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ડોકટર બનીને ઈલાજના નામે દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં પણ અનેક નકલી ડોકટર ઝડપાયા છે. કુશલસિંહ રાઠોડ નામનો આ નકલી ડોકટર સાબરમતીમાં મોટેરા સ્ટેડીયમ નજીક દવાખાનું ખોલીને લોકોના ઈલાજ કરતો હતો.

મેડીકલ ડિગ્રી નહીં હોવા છતા મેડીકલ સાધનો અને એલોપેથીક દવાઓ રાખીને ઈલાજ કરતો હતો. એસઓજી ક્રાઈમને બાતમી મળતા કુશલસિંહના કલીનીકમાં રેડ કરીને તપાસ કરતા તેનો ભાંડો ફુટી ગયો. એસઓજીએ બોગસ ડોકટરની ધરપકડ કરીને સાબરમતી પોલીસને સોંપ્યો. આ નકલી ડોકટક મોટેરા સ્ટેડિયમ પાસેના ભક્તિનગર વિસ્તારમાં દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવતો હતો. કુશલ જગતસિંહ રાઠોડ નવા વાડજનો રહેવાસી છે.

આરોપી મેડીકલની કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોને દવા આપતો હતો. એસઓજી અને હેલ્થ ઓફિસરે સંયુકત ઓપરેશન દ્વારા આ નકલી ડોકટરને ઝડપી લીધો છે. પોલીસે નકલી ડોકટર કુણાલસિંહ રાઠોડની ધરપકડ કરી છે. આ નકલી ડોકટર કેટલા સમયથી આ દવાખાનું ચલાવતો હતો અને તે દવાઓ કયાંથી લાવતો હતો અને અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પોલીસે પુછપરછ શરૂ કરી છે.

(12:50 am IST)